Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નામલગઢ ગામમાં આંકડા લખતા એક શખ્સ ને રૂ.1250 સાથે આમલેથા પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નામલગઢ ગામમા આંકડાનો ધંધો કરનાર એક વ્યક્તિને આમલેથા પોલીસે રોકડ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.
  પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસે નામલગઢ ગામમાં બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી કલ્પેશ શનાભાઇ વસાવા( રહે.નવા રાજુવાડીયા તા.નાંદોદ )એ નામલગઢ ગામમાં માં ગે.કા વરલી મટકાના આંક ફરકનાં આંકડા લખી અંગ ઝડતીના રોકડ રૂ ૧૨૫૦ મળી જુગારના સાહિત્ય સાથે કુલ્લે મુદ્દામાલ કિ ૧૨૫૦ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:20 pm IST)