Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સુરતમાં 50 ટકા સ્ટાફ સાથે હીરા અને ટેક્ષ્‍‍ટાઈલ માર્કેટમાં ધમધમાટ શરૂ

ટેક્સ્ટાઇલ માર્કેટ એકી બેકી તારીખ સાથે ખોલવાની મંજૂરી: ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે પણ તેમાં 50 ટકા સ્ટાફ રાખી શકાશે

 

સુરત :લોકડાઉન 4.0ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉદ્યોગોને શરૂ કરવામાં પરવાનગી આપવામાં આવી છે. જોકે, ઉદ્યોગોને કેવી સાવચેતી અને કેવી રીતે શરૂ કરવા તે અંગે સુરત મહાનગરપાલિકા અને ઉદ્યોગકારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવાયું હતું કે, સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ અથવા યુનિટ શરૂ થશે. જેમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિને કામ માટે રાખી શકાશે નહીં. સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટની દુકાનો એકી બેકી તારીખ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે પણ તેમાં 50 ટકા સ્ટાફ હાજર રાખી શકાશે.

સુરતમાં આજે તંત્ર દ્વારા ઉધોગો શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે મનપા કમિશનર દ્વારા ઉધોગ પતિ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવાયું હતું કે, સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ અથવા યુનિટ શરૂ થશે. જેમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિને કામ માટે રાખી શકાશે નહીં. સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટની દુકાનો એકી બેકી તારીખ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે પણ તેમાં 50 ટકા સ્ટાફ હાજર રાખી શકાશે.તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક સૅનેટાઇજિંગ સાથે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવાનું રહશે જોકે નહિ કરનાર દંડ પણ કરવાની વાત કરવામાં આવી છે

(10:21 pm IST)