Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વહીવટી તંત્ર સામે ભાજપના કેટલાક સંસદ સભ્યો - ધારાસભ્યોની હૈયાવરાળ

દીપસિંહ, મનસુખ વસાવા, કેતન ઈનામદાર વગેરેનો વિરોધ જાહેર

ગાંધીનગર તા.૧૯: રાજ્યમાં કોરોનાની ઉભી થયેલી પરિસ્થિતિને કારણે સામાધારી પક્ષના સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા જુદા જુદા પ્રકારનો વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં સાબરકાઠાના સાંસદ દ્વારા સરકાર સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે બનાસકાઠામાં પણ આવી જ પરિસ્થિતિ બની છે. ભાજપની જ હોદ્દેદારો દ્વારા  ગુજરાતમાં દારૂબંધી  હોવા છતા દારૂ કેવી રીતે આવા તત્વો દ્વારા દારૂ લાવવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ભરૂચ જિલ્લાના સિનિયર સાંસદ અને કેન્દ્રના પૂર્વ મંત્રીશ્રી મનસુખ વસાવાએ પણ પોતાની વેદના પ્રદર્શીત કરી છે. જેમાં રાજ્ય સરકારની વહીવટી અધિકારીઓ  અમારી  સુચનાનું પાલન કરતા નથી તેવો બાબતોનો આક્રોશ જાહેર કર્યો છે.

આ ઉપરોકત વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે પણ વહીવટકર્તાઓ પર આકરા પ્રહાર કર્યા છે.  જો કે  કેતન ઈનામદારની  કાર્ય પધ્ધતીથી ભાજપના જ સિનિયરો અને લોકો વાકેફ છે.

આ ઉપરાંત ભાજપના કેટલાય સ્િનિયર આગેવાનો અને ધારાસભ્યો , સાંસદો આજની પરિસ્થિતિમાં પોતાની હૈયાની વરાળ ઠાલવી રહ્યા છે. આમ ગુજરાત ભાજપની જ એક જુથ દ્વારા એનકેન પ્રકારે ચોક્કસ પ્રકારની વાત  કંડોરવામાં  આવી રહી છે. ભાજપની જ સભ્યો આજની પરિસ્થિતિએ પોતાની  નારાજગી જુદા જુદા પ્રકારે પ્રદર્શીત કરી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં શુ થાય છે તે જોવાનુ રહ્યુ છે.

(12:59 pm IST)