Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

અરવલ્લીમાં વધુ 3 કોરોના કેસ પોઝીટીવ નોંધાયા : જિલ્લામાં સંક્રમિતનોકુલ આંકડો 83 પર પહોંચ્યો

ભિલોડાના વાંસડી ગામે એક સાથે ત્રણ કેસ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ જિલ્લામાં કોરોનાના પોઝેટીવ દર્દીઓનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. મોડાસાના કોલેજ રોડ પર આવેલ એક સોસાયટીમાં ૬૮ વર્ષિય પુરુષનો એક કેસ નોંધાયો હતો અને સોમવારના રોજ ભિલોડા તાલુકાના વાંસડી ગામે એક સાથે ત્રણ કેસ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી છે. ભિલોડામાં ત્રણ કેસ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં જિલ્લાનો આંક 83 પર પહોંચ્યો હતો.

નાનકડા ગામમાં ત્રણ કેસ પોઝીટીવ આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. એક તરફ સરકાર લોકડાઉન-૪માં રાહત આપવાની વાત કરે છે અને બીજી બાજુ કેસોમાં વધારો થતો જાય છે ત્યારે સરકાર માટે પણ આકરી કસોટી છે. હાલ તો અરવલ્લીનું આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે. અને વહીવટી તંત્ર દ્વારા ગામને કન્ટેઈમેન્ટ એરીયા તરીકે જાહેર કરવા માટે તજવીજ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી કુલ-૮૩ પોઝીટીવ કેસ નોંધાયા છે.

(10:07 pm IST)