Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

અરવલ્લીના મોડાસાના ગામમાં દલિતને ઘોડીએ ચઢતા રોકવાના ઝઘડામાં હિંસા મામલે 16 મહિલા સહિત 45 લોકો વિરુદ્ધ ફરિયાદ

ઘોડીએ ચડવા બાબતે બંને સમુદાયો વચ્ચે ઝઘડો :ભીડ હિંસક બની પથ્થરમારો કર્યો જેમાં પોલીસ વાનને પણ નુકશાન પહોંચ્યું હતું

અમદાવાદ :અરવલ્લી જીલ્લામાં દલિતના લગ્નમાં દલિત યુવકને ઘોડીએ ચડવામાં રોકવાના મામલે 16 મહિલા સહિત 45 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

  જયેશ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવકના લગ્નને રોકવા માટે બીજા સમુદાયના લોકોએ પથ્થર મારો કર્યો. બધા આરોપીઓ રસ્તા પર બેસી ગયા હતા અને હવન-કુંડ બનાવી અને 'ભજન-કીર્તન' કરવા લાગ્યા. તે પછી બંને સમુદાયો વચ્ચે ઝગડો થયો. જેમાં ગુસ્સે ભરાયેલી ભીડ દ્વારા પોલીસ વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું. આખરે લગ્ન બંધ રાખવામાં પડ્યા. અરવલ્લી પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ મયુર પાટિલે કહ્યું કે વરરાજાના પિતાએ ફરિયાદ નોંધાવી છે, ત્યાર બાદ અમે એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

(6:01 pm IST)