Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ધ્રાંગધ્રા-અમદાવા હાઈવે પર ટ્રકમાંથી ઇંગલિશ દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા :૧૭.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

સતીમાના પાળીયાવાળી તલાવડી નજીક ટ્રકમાંથી દારુનું કટીંગ થતું હતું.

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા જીવા ગામની સીમમા જીલ્લા એલ.સી.બીના પીઆઇ ડી. એમ. ઢોલને મળેલી બાતમીના આધારે અન્ય પોલીસ સ્ટાફ સંજય પાઠક, કુલદીપસિંહ ઝાલા, હિતેશભાઇ જોગરાણા સહિતનાઓ ઘટના સ્થળે પહોચતા નાશભાગ મચી જવા પામી હતી. જેમાં ત્રણેય શખ્સોને પકડી પાડી ટ્રકમાંથી ઉતારેલા વિદેશીદારુની પેટીઓ પણ પોલીસે ઝડપી લીધી હતી. ટ્રકમાં પાછળની સાઇડ દારુની પેટીઓ મુકવા માટેની એક અન્ય વ્યવસ્થા કરવામા આવી હતી.

નવીન મોડસ ઓપરેન્ડી વડે દારુ ઘુસાડવામાં આવે છે બુટલેગરો પોલીસના નાક નીચેથી દારુ ભરેલી ટ્રકને પોતાના માલિક સુધી પહોંચાડી દે છે. જીવા ગામ તરફથી ઢવાણા ગામ તરફ જવાના રસ્તે સતીમાના પાળીયાવાળી તલાવડી નજીક ટ્રકમાંથી દારુનું કટીંગ થતું હતું.

  આ દારુનું કટીંગ મોડી રાતથી ચાલુ હોય જેથી મોટાભાગનો દારુ સગેવગે કરી દેવાયો હતો. જ્યારે એલ.સી.બી સ્ટાફના હાથે ૧૫૦ વિદેશીદારુની પેટીઓ લાગી હતી. એલ.સી.બી એક સ્થાનિક સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. એલ.સી.બીના હાથે લાગેલા મુદ્દામાલ કુલ ૧૮૦૦ નંગ વિદેશીદારુની બોટલ કિંમત રૂપિયા ૭.૨૦ લાખ, એક ટ્રક કિંમત રૂપિયા ૧૦ લાખ, ૩ મોબાઇલ કિંમત રૂપિયા ૧૧ હજાર, તથા રોકડ ૭ હજાર મળી કુલ ૧૭.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી) રમેશ લવજીભાઇ પરમાર (રહે:-ધોલેરા, જી:-બનાસકાંઠા) વિક્રમસિંહ જગદીશચંદ્ર રાજપુત (રહે:- હરીપાણા,) મયુરસિંહ ભીખુભા જાડેજા (રહે:-જીવા, તા:-ધ્રાંગધ્રા )તમામ ત્રણેય શખ્સો હાલ પોલીસ ગીરફ્તમા હોય જ્યારે અન્ય પ્રદિપસિંહ ચંદુભા ઝાલા (રહે:-જીવા) બલજીતસંગ જાટ રહે:- હરીયાણા તથા જીજે-૦૨-ઝેડ-૦૫૩૧ નો ચાલકવાળાઓ ભાગી છુટ્યા હતા. એલ.સી.બી દ્વારા હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૃન્હો નોંધાવી ટ્રક સાથે મુદ્દામાલ તથા ઝડપાયેલ ત્રણ શખ્સોનો કબ્જો સોપી દીધો છે.

(5:53 pm IST)
  • ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરનો હુંકાર ;કહ્યું ગુજરાતમાં કરશું મોટાપાયે આંદોલન :ગુજરાતમાં દલિત સમુદાય વિરુદ્ધ અત્યાચાર મામલે ભીમ આર્મી પ્રમુખે આપી ચેતવણી access_time 1:22 am IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને માત્ર 22 બેઠક મળશે :કોંગ્રેસને બે સીટ અને બસપા અને સપા ગઠબંધન 56 સીટ સાથે મોખરે રહશે :ગત ચૂંટણીમાં ભાજપને 71 સીટ અને તેના સાથી પક્ષને 2 મળીને 73 બેઠક મળી હતી access_time 7:06 pm IST