Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ગંભીર પાણી સમસ્યા સામે રાજકીય વહેણ, કોંગ્રેસે જિલ્લાવાર તપાસ સમિતિઓ રચી

રાજકોટમાં વારોતરિયા, શાહ, મેરજા, બારૈયાને જવાબદારીઃ મોરબી માટે ઠુમર, સૈયદ, શાહ, મારૂ, કાલરિયાઃ દ્વારકામાં અર્જુનભાઈ, ચંદ્રિકાબેન, હરિભાઈ પ્રવાસ કરશેઃ બ્લોચ, વારોતરિયા, માંગુકિયા, મકવાણા જૂનાગઢમાં: ભટ્ટી જામનગરમાં

ગાંધીનગર, તા. ૧૮ :. રાજ્યભરમાં પાણીની તંગી અને અછતની પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. આ સંદર્ભમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની સૂચના અનુસાર રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પાણી સમસ્યા અંગે સ્થળ તપાસ માટે એક પ્રવાસ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સંબંધિત જિલ્લા પ્રમુખશ્રી સાથે સંકલનમાં રહીને નિયત તારીખ પ્રમાણે અચુકપણે પ્રવાસમાં સાથે જોડાવા કોંગી અગ્રણીઓ જોગ પ્રદેશ મહામંત્રી ચેતન રાવલે પરિપત્ર કર્યો છે. તા. ૧૮થી ૨૦માં કોંગી અગ્રણીઓની સમિતિ પોતાને સોંપાયેલ જિલ્લામાં પ્રવાસ કરી જળ સમસ્યાનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરશે.

કોંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છ માટે બનાવેલી સમિતિ અને મુલાકાતનો દિવસ નીચે મુજબ છે.

કચ્છ તા. ૨૦

અર્જુન મોઢવાડીયા,

ખુરશીદ સૈયદ,

પ્રવિણ મારૂ,

હીરાભાઈ જોંટવા

સુરેન્દ્રનગર તા. ૧૯

સાગર રાયકા

બળદેવ લુણી

માલસિંહ રાઠોડ

ગુણવંત મકવાણા

રાજકોટ તા. ૨૦

ભીખુભાઈ વારોતરીયા

મિહિર શાહ

બ્રિજેશ મેરજા

કનુભાઈ બારૈયા

મોરબી તા. ૨૦

વિરજી ઠુંમર

ખુરશીદ સૈયદ

મિહિર શાહ

પ્રવીણ મારૂ

ચિરાગ કાલરીયા

જામનગર તા. ૨૦

અર્જુન મોઢવાડીયા

ચંદ્રીકાબેન ચુડાસમા

જસવંતસિંહ ભટ્ટી

દેવભૂમિ દ્વારકા તા. ૨૦

અર્જુન મોઢવાડીયા

ચંદ્રીકાબેન ચુડાસમા

હરીભાઈ ભરવાડ

પોરબંદર તા. ૧૯

ભીખુભાઈ વારોતરીયા

હરીભાઈ ભરવાડ

જૂનાગઢ તા. ૧૮

એન.કે. બ્લોચ

ભીખુભાઈ વારોતરીયા

બાબુભાઈ માંગુકીયા

દિનેશ મકવાણા

ગીર સોમનાથ તા. ૨૦

એન.કે. બ્લોચ

ડો. દિનેશ પરમાર

દિનેશ મકવાણા

અમરેલી તા. ૨૦

ઝવેરભાઈ ભાલીયા

ડો. દિનેશ પરમાર

દિલીપ પટેલ

ભાવનગર તા. ૨૦

મનહરભાઈ પટેલ

ઝવેરભાઈ ભાલીયા

સોમાભાઈ પટેલ

દેવેન્દ્ર ધામી

બોટાદ તા. ૨૦

મનહરભાઈ પટેલ

સોમાભાઈ પટેલ

દેવેન્દ્ર ધામી

(11:51 am IST)