Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભરૂચમાં બે પોલીસમેન વચ્‍ચે બઘડાટીઃ એકબીજાના માથામાં કાચની બોટલો ફટકારી

ભરૂચઃ ભરૂચ શહેરના જેપી કોલેજ રોડ ઉપર સી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ જયેશભાઈ રમેશભાઈ ચૌધરી વાહન ચેકિંગમાં હતા. દરમિયાન કોલેજ રોડ ઉપર એક વાહન ચાલકની પૂછપરછ કરતા વાહનચાલકે બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઈ ગોહિલની ઓળખાણ આપી દાદાગીરી કરી કરી હતી. બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલને સ્થળ ઉપર બોલાવતા સી ડિવિઝનના પોલીસ કર્મી જયેશભાઈ રમેશભાઇ ચૌધરીએ બી-ડિવીઝનના પોલીસ કર્મી હિતેશભાઈ મનહરભાઈ ગોહિલ સાથે તું તું મેં મેં થતાં ઉશ્કેરાયેલા બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઇ ગોહીલે પોતાના ખિસ્સામાં રહેલી કાચની બોટલ જયેશભાઈ ચૌધરીના માથામાં ફટકારી હતી. જેમાં જયેશભાઈના માથાના પાછળના ભાગેથી લોહીની નીકળતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરી પોલીસે પણ તપાસ શરૂ કરી છે. હાલ તો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કાવા સાહેબ તથા તાલુકા પોલીસ મથકના લાડવા સાહેબે ઇજાગ્રતની મુલાકાત લઇ બી ડિવિઝન પોલીસ મથકના હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઈ ગોહિલ સામે જીવલેણ હુમલો કરવા અંગેનો ગુનો નોંધી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

પોલીસની અંદરોઅંદર છૂટા હાથની મારામારીથી પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

(6:26 pm IST)