Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમદાવાદમાં કિન્નરોના બે જૂથ વચ્‍ચે બઘડાટીઃ અપહરણ કરીને વાળ કાપી નાખ્યાનો આક્ષેપઃ જો કે ઉસ્‍માનપુરાના જૂથે આરોપોને નકારી કાઢ્યા

અમદાવાદઃ અમદાવાદમાં દિલ્હી દરવાજા વિસ્તારના એક કિન્નર જુથે ઉસ્માનપુરાના કિન્નર જુથના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મારામારી, અપહરણ, વાળ કાપી નાખ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ચાર પૈકી એક આરોપીની ધરપકડ કરી છે. તો બીજી તરફ ઉસ્માનપુરાના જુથ દ્વારા આ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જે દિવસે દિલ્હી દરવાજાના કિન્નર જુથ મોસમ દે પાવૈયાએ ફરિયાદ નોધવી છે. તે દિવસે તમામ લોકો ઘરે જ હતા. ઘરની પાસેના સીસીટીવીમાં તેની સાબિતી છે. જેને કોર્ટમાં તે રજુ કરશે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોસમ દે પાવૈયા ઉર્ફે નિતુ દે,, હાલ પોતાના જુથ સાથે પરેશાન છે, તેનો આરોપ છે કે કિન્નરોના બીજા જુથ કામીની દે પાવૈયાએ પોતાનાના સાથિઓ સાથે મળીને 17મી મેના દિવસે તેનુ ગોમતીપુર વિસ્તારમાંથી બાઇક ઉપર અપહરણ કર્યુ હતી. તેની સાથે મારા મારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઉસ્માન પુરા પોતાના અખાડામાં લઇ જઇને વાળ કાપી નાખ્યા હતા. પછી ગોમતિપુર છોડીને નાસી ગયા, હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે, ત્યારે પોલીસે ચાર આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી લીધી છે બાકીના આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરી છે,

બીજી તરફ આરોપી જુથની કામીની દેની વાત માનીએ તો મોસમ દે પાવૈયાએ તેમના જુથને દબાવવા માટે ફરિયાદ કરી છે. તેમની પાસે પુરાવા છે. કામીની દેનો દાવો છે કે સમાજના ઉષ્માનપુરામાં તેમની ઘરની આસપાસ છથી વધુ સીસીટીવી કેમેરા લાગવાયા છે. જે દિવસે મોસમદે પાવૈયાએ ફરિયાદ નોધવી છે તે દિવસે તમામ લોકો ઘરે જ હતા. જે સીસીટીવી ફુટેજમાં દેખાય છે. તેમણે આનો મુદ્દો બનાવીને તેઓ કોર્ટમાં રજૂઆત કરી છે અને તમામ આરોપોને ફગાવી દીધી છે,

મહત્વની વાત એ છે કે પોલીસે જે આરોપીને પોલીસ ચોપડે ફરાર દેખાડ્યો છે તેઓ પોતાના ઉષ્માન પુરા નિવાસ સ્થાને છે અને તમામ આરોપોને નકારી રહ્યા છે સાથે ફરિયાદ રદ્દ કરવા માટે તેઓએ હાલ કોર્ટનો સહારો લીધો છે. હાલ જે રીતે પોલીસે તપાસ કરીને ચાર પૈકી માત્ર એક આરોપીને પકડ્યો છે. તેનાથી પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં છે.

(6:24 pm IST)