Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સેલવાસ નજીક મંદ બુદ્ધિ યુવતીને ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમની નડિયાદથી ધરપકડ

સેલવાસ:દાદરા નગર હવેલીના મસાટ ગામના એક યુવકે મંદ બુધ્ધિ યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ઘાયલ યુવતીને રખોલી ખાતે રોડ પર છોડી યુવક ફરાર થઇ ગયો હતો, સેલવાસ પોલીસે આરોપી યુવકને નડિયાદથી પકડી પાડયો હતો.

પ્રાપ્ત વિગત મુંજબ દાનહના મસાટ ગામના અશોકભાઈની ચાલમાં રહેતો મૂળ નિવાસી યુપીનો ગિરીશ રવિપ્રકાશ શર્મા ઉ.વ.26 જે ડ્રાયવિંગનું કામ કરતો હતો એ મોરખલની એક થોડી મંદબુધ્ધિ યુવતી ઉંમર વર્ષ 30 ને બેહલવી ફુસલાવી કોઈ સાધનમાં બેસાડી સેલવાસથી ખાનવેલની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યા ગિરીશે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીને પરત સેલવાસ તરફ લાવતી વખતે એની તબિયત બગડતા યુવતીને રખોલી નજીક ઉતારી આરોપી ગિરીશ ફરાર થઇ ગયો હતો. કેટલાક લોકોએ યુવતી લોહીથી ખરડાયેલી જોતા 108 ને ફોન કરી સારવાર માટે સેલવાસ સિવિલ ખાતે ખસેડી હતી. જ્યા તબીબો દ્વારા તપાસ કરતા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરાઈ હતી પોલીસે તુરંત FIR No. 125/2018 IPC 376, 507 ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:59 pm IST)