Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કણજરી નજીક બાઇકને હડફેટે રાહદારી મહિલા ઈજાગ્રસ્ત

કણજરી:નજીક આવેલ લ-મીપુરા રોડ પરથી ગઈકાલે શકુબેન તેમજ અંજલિબેન માર્ગ પરથી ચાલતા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક એક મોટરસાઈકલ નં જીજે ૦૧ એનપી ૫૦૧૬નો ચાલક પુરપાટ ઝડપે પોતાનું મોટરસાઈકલ ચલાવી રોંગ સાઈડેથી આવી અંજલીબેનને ટક્કર મારી હતી. મોટરસાઈકલની ટક્કર વાગવાથી અંજલિબેન જમીન પર નીચે પડી જતાં તેઓને માથાના પાછળના ભાગમાં તેમજ શરીરે ઈજાઓ થઈ હતી.

 


આ બનાવ અંગે શકુબેન અરવિંદભાઈ પરમારની ફરિયાદને આધારે ચકલાસી પોલીસે મોટરસાઈકલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:57 pm IST)