Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરામાં પ્રેમ સંબંધના મામલે યુવકે યુવતીના ફોટા મંગેતરને બતાવવાની ધમકી આપતા ફરિયાદ

વડોદરા:પારૃલ કોલેજમાં અભ્યાસ કરતી વખતે થયેલા પ્રેમસંબંધના કારણે યુવતી ફસાઈ ગઈ હતી. યુવતીના અન્ય સાથે લગ્ન નક્કી થયાની જાણ પ્રેમીને થતા તેને મંગેતર યુવકને ફોટાઓ બતાવી દેવાની ધમકી આપી પોતાની સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું હતુ જે અંગે બાપોદ પોલીસે પ્રેમી યુવકની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે હેતલ (નામ બદલ્યુ છે) નામની યુવતી અને યશ ગોપાલભાઈ નાવિક (રહે. શેષનારાયણ સોસાયટી, ન્યુ વીઆઈપી રોડ) પારૃલ કોલેજમાં સાથે અભ્યાસ કરતો તો. કોલેજ જતા આવતાં થયેલી મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. અભ્યાસ પૂરા થયા પછી હેતલ અને યશ છૂટા પડયા હતા. અને અલગ અલગ જગ્યાએ નોકરી શરૃ કરી હતી. પ્રેમસંબંધ દરમિયાન યશે હેતલના ફોટાઓ પણ પાડી લીધા હતા. દરમિયાન યશને જાણ થઈ હતી કે હેતલના લગ્ન અન્ય યુવક સાથે નક્કી થયા છે. જેથી યશે યુવતીને ધમકી આપી હતી કે આપણા ફોટાઓ તારા મંગેતરને અને પરિવારને મોકલી દઈશ. યશ અવારનવાર પૂર્વ પ્રેમિકાનો પીછો કરીને ફરીથી પ્રેમ સંબંધો બાંધવા અને લાજ લેવાનો પ્રયાસ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યશને એરેસ્ટ કરી જામીન પર મુકત કર્યો હતો. અને ફરીથી અટકાયતી પગલા ભર્યા હતા. બાપોદ પોલીસે આરોપીઓ મોબાઈલ ફોન પણ કબ્જે લીધો છે.

(5:57 pm IST)