Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સુરતના ડીંડોલીના ભેસ્તાન વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળતા ચકચાર : સનિયાં રોડના ખેતરમાંથી મહિલા-બાળકના કંકાલ મળ્યા

પોલીસે કબ્જો લઈને પીએમ માટે મોકલ્યા : સમગ્ર મામલે હત્યાની આશંકા

સુરતના ડીંડોલીના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સનિયા રોડ પરથી બે કંકાલ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.આ કંકાલ એક મહિલાનો અને એક બાળકોનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 


   મળતી વિગત મુજબ સનિયા રોડ પર આવેલા ખેતરમાંથી આ કંકાલ હોવાની જાણ એક ખેડૂતને થઈ હતી તેને ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અને તપાસ કરતા  એક કંકાલ મહિલાનો અને બીજો એક બાળકોનો હોવાનું જણાયું હતું પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે આ બંને મૃતદેહોનો કબ્જો લઈને પીએમ માટે મોકલ્યા છે. પોલીસ આ સમગ્ર મામલે હત્યાની આશંકા સેવી રહી છે. હાલ તો સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ  ચાલી રહી છે.

(2:11 pm IST)