Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

લીમખેડાના તલાટી મંત્રી પાંચ હજારની લાંચમાં એસીબીના છટકામાં ઝડપાયા

માતાની જમીન પુત્રીના નામે ચડાવવા માટે પણ લાંચ માંગી હતી :ગરીબ લોકોને ન્યાય અપાવવાનું એસીબી વડા કેશવકુમારનું અભિયાન આગળ વધ્યું

રાજકોટ :દાહોદ પંથકના લીમખેડામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગર પંથકના ચેતનભાઈ અણીયાળીયા નામના શખ્શને એસીબીએ રૂપિયા પાંચ હજારની લાંચના છટકામાં આબાદ ઝડપી લીધા છે

  કામના ફરિયાદીના પત્નીના નામે મિલ્કત હતી ફરિયાદીના પત્નીનું અવસાન થતા બન્ને દીકરીઓના નામે વારસાઇ કરવા માટે સબંધક તલાટી મંત્રીએ પાંચ હજારની માંગણી કરતા ફરિયાદીએ દાહોદ એસીબીનો સંપર્ક કરતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક પીઆર ગેહલોટના સુપરવીઝનમાં પીઆઇ કે વાઘેલા તથા ટીમે ખાનગી વ્યક્તિ મારફતે લાંચ સ્વીકારી નાસવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો

  અત્રે યાદ રહે કે સામાન્ય અને આર્થિકરીતે નબળા લોકોને લાંચિયા સ્ટાફનો ભોગ બનવું પડે તે માટે એસીબી નિયામક કેશવકુમારે માટે ખાસ અભિયાન રાજ્યભરમાં શરુ કરેલ છે આમ અભિયાન આગળ વધ્યું છે

(9:28 am IST)