Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગુજરાત મેન્યુફેકચરીંગ હબ સાથે ઓટોનું કેન્દ્ર બની ગયું

મહાત્મા મંદિરમાં ખાસ સમિટનો પ્રારંભ થયોઃ ગુજરાત કુલ ૩૦ ઓટોમોટીવ ક્લસ્ટર્સ ધરાવે છે: કુશળ માનવ સંસાધનની જરૂરીયાત પૂર્ણ કરવા વિશેષ પ્રયાસો

અમદાવાદ,તા.૧૮, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યું કે, ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના રોકાણકારો-ઊદ્યોગકારો માટે એક સંપૂર્ણ ઈકોસીસ્ટમ વેલ્યુ ચેઈન છે. ગુજરાત મેન્યૂફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એસીએમએ આયોજીત વેલ્યુ ચેઈન સમિટનો પ્રારંભ કરાવતાં ઉમેર્યું હતું. આ દ્ધિદિવસીય સમિટમાં દેશભરના ૪૦૦ ઉપરાંત ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યુફેકચરર્સ અને કાર ઉત્પાદક કંપનીઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ સમિટને રાઈટ ટાઈમ ફોર રાઈટ ચોઈસ એટ રાઈટ પ્લેસ ગણાવતાં કહ્યું કે, ગુજરાત સરકાર આવી પ્રગતિશીલ વિચારધારા અને સમિટને હંમેશા પ્રોત્સાહન આપે છે. તેમણે ઉમેર્યું કે, ભારતની ઓટોમોટીવ મેન્યુફેકચરીંગ ઈકો સિસ્ટમમાં ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. રાજ્યમાં ફુલ એન્જીનીયરીંગ ઉત્પાદનમાં ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝનું યોગદાન ૩.૭ ટકા છે અને ૨૦૨૦ સુધીમાં તે વધારીને ૧૦ ટકાએ પહોંચાડવા સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં મારૂતિ સૂઝુકી, ટાટા મોટર્સ, ફોર્ડ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ જેવા અગ્રગણ્ય ઓટોમોબાઈલ ઉત્પાદકો અને અપોલો, એમઆરએફ, મેકસીસ, સિયેટ જેવી કંપનીઓ સાથે એન્સીલીયરીઝ ઊદ્યોગ પણ રોજગાર સર્જનમાં મહત્વના છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ૩૦ ઓટોમોટીવ કલસ્ટર્સ છે તેમજ મોટરકાર ઉત્પાદકોને કુશળ માનવબળ મળી રહે અને સ્થાનિક યુવાધનને રોજગાર પ્રાપ્ત થાય તે માટે મહેસાણામાં જાપાન ઈન્ડીયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેન્યૂફેકચરીંગની સ્થાપના કરી છે. પીડીપીયુમાં સિમેન્સ સેન્ટર ઓફ એકસલન્સ કાર્યરત છે તેને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એકસલન્સ બનાવવાનું કાર્ય પણ ગતિમાન છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઓટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરીંગમાં બહુધા એમએસએમઈ ઊદ્યોગોની જે વેલ્યુ ચેઈન છે તેને વેલ્યુ એડીશનમાં પરિવર્તીત કરવાની સંપૂર્ણ ક્ષમતા ગુજરાત ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ૨૦ જેટલી ક્રિસ્ટલ કિલયર પ્રોત્સાહક પોલિસીઝ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સિંગલ વીન્ડો કિલયરન્સ સિસ્ટમ તેમજ એમએસએમઈ યુનિટને જીઆઈડીસીમાં ૫૦ ટકા ઓછી કિંમતે પ્લોટ ઉપલબ્ધ કરાવવા જેવા અનેક પ્રોત્સાહનો ગુજરાત આપે છે. વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીની મેઈક ઈન ઈન્ડીયાની સંકલ્પના પાર પાડવા ગુજરાતમાં પોતાના એકમો સ્થાપીત કરી પ્રોત્સાહક નીતિઓ, ઝિરો મેનડેયઝ લોસ અને વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ગ્લોબલ માર્કેટનો લાભ લેવા ઓટોમોટીવ કોમ્પોનન્ટ ઉત્પાદકોને ઇંજન પાઠવ્યું હતું. આ પ્રસંગે હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઈન્ડીયાના સીઈઓ મિનોરૂ કાટો, ફોર્ડ ઈન્ડિયાના એમડી અનુરાગ મહેરાત્રા, મારૂતિ સુઝુકી ઈન્ડીયાના સીઈઓ કિન્ચી આચુકાવા અને તાતા મોટર્સના ચીફ પ્રોકયોરમેન્ટ ઓફિસર થોમસ ફલાકે ગુજરાતમાં ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અને પ્રોત્સાહક નીતિઓની પ્રસંશા કરી હતી.

(9:28 am IST)