Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પંચમહાલ જિલ્લામાં જળ સંચય અભિયાન:ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે 21 લાખ અને પાર્ટી કાર્યકરોની 51 લાખની સહાય જાહેર

 

રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણી પંચમહાલ જિલ્લાની મુલાકાતે હતા જેમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય અભિયાન માટે શહેરાના વાઘજીપૂર ગામે તળાવના ખોદકામમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનું શ્રમદાન આપ્યું હતુંજિલ્લા માં 1270 જેટલા તળાવોના ખોદકામમાં લોક ભાગીદારીથી પંચમહાલના મોટાભાગના કામો થઈ રહ્યા છે ત્યારે શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા જળ સંચયના કામમાં 21 લાખ સહાયની જાહેરાત કરી હતી તેમજ પાર્ટીના કાર્યકરો અને દાતાઓ તરફથી જિલ્લામાં ચાલતા કામો માટે 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત પ્રસંગે કરવામાં આવી હતી.

   કાર્યક્રમમાં ઉદબોધન દરમિયાન વિજય રૂપાણી જળ સંચય અભિયાન આવનાર પેઢીને દુકાળના પડછાયાથી દુર રાખનાર ગણાવ્યું ખાસ પ્રસંગે 11હજાર લાખ ઘનફૂટ જમીનમાં વધુ પાણી સંગ્રહ થનારની બાબતે 11 હજાર લાખમાં કેટલા મીંડા આવે મને ખબર નથી પ્રેસ વાળા મિત્રો બરાબર સમજીને લખજો એવી ટકોર કરી હતી.

આવનાર ચોમાસામાં જ્યોતિશો ના કહેવા મુજબ વર્ષે ભરપૂર વરસાદ ની આગાહી કરવા માં આવી છે અને પણ હાથીયા બેસનાર હોવાથી ભારે વરસાદ પાડનાર છે એમ જણાવતા આવનાર સમય માં 11હજાર લાખ ઘનફૂટ જમીન માં વધારાનો પાણી સંગ્રહ થનાર હોવાનું જણાવ્યું હતું.

   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ આજરોજ રોજ શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે શ્રમદાન કરી ગામ તળાવ ઉંડુ કરવાના કામનો પ્રારંભ કર્યા બાદ અંદાજે રૂા.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૨ જેટલા વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કર્યું હતું.

    રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ, કેનાલોની સફાઇ, કાંસ સફાઇ જેવા જળ સંચય અને જળ સંગ્રહના ૧૩૮૨ કામોનું જિલ્લા પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.અત્યાર સુધીમાં તળાવો ઉંડા કરવાની કામગીરી દરમ્યાન ,૩૪,૩૬૦ ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યું માટી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો દ્વારા ખેતરોમાં પાથરી રહ્યા છે. જેના પરીણામે ખેડૂતોની જમીન ફળદ્રપ થવા સાથે પાક ઉત્પાદન વધશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય અભિયાન પાણીની સંગ્રહ શક્તિ વધારીને આવનાર સમયમાં ધરતીની તરસ છીપશે અને આવનાર સમયમાં પાણીની તંગી નહીં રહે.

(1:55 am IST)