Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કુંભમેળામાંથી અમદાવાદ પરત ફરેલા વધુ 7 વ્યકતિઓ પોઝીટીવ મળ્યા : 160 દર્શનાર્થી કોરોના ટેસ્ટ કરાયા

છેલ્લા 3 દિવસમાં કુંભમેળામાંથી પરત ફરેલા 703 લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી 56 લોકો પોઝિટિવ રિપોર્ટ આવ્યા

અમદાવાદ :આજે ત્રીજા દિવસે કુંભમેળામાંથી અમદાવાદમાં ટ્રેન મારફતે પરત ફરેલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 160 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી 7 લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા. જેમના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા તેઓને તાત્કાલિક સારવાર માટે સમરસ કોવીડ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.

રાજ્ય ભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા કુંભમેળામાં ગુજરાતમાંથી હજારો દર્શનાર્થીઓ જઈ રહ્યા છે. જે પરત ફરે તો તેમનો ફરજિયાત ટેસ્ટ કરવા માટેની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જામનગર ખાતે જાહેરાત કર્યા બાદ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.જે સંદર્ભમાં સાબરમતી રેલવે સ્ટેશન પર છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે ડિપાર્ટમેન્ટની મદદથી પરત ફરી રહેલા દર્શનાર્થીઓનો RT PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે

 આજે ત્રીજા દિવસે કુંભમેળામાંથી અમદાવાદમાં ટ્રેન મારફતે 160 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી 7 લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા.જેમના ટેસ્ટ પોઝિટિવ. આવી રહયા છે. તેમને સમરસ કોવીડ કેર સેન્ટરમાં લઈ જવામાં આવે છે.

છેલ્લા 3 દિવસમાં કુંભમેળામાંથી પરત ફરેલા 703 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 56 લોકો પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. પોઝિટિવ રિપોર્ટ આવનારને સમરસમાં લઇ જવામાં આવે છે જ્યારે જનો રિપોર્ટ નેગેટિવ આવે છે તેમને પોતાના ઘરે જવા દેવામાં આવે છે.

(11:13 pm IST)