Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ : વધુ 35 કેદી સાથે 55 કેદીઓ સંક્રમિત: તંત્રમાં ફફડાટ

સંક્રમણ વધતા તમામ કેદીઓની કોરોના ટેસ્ટ કામગીરી શરૂ : પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સાબરમતી જેલમાં એન્ટ્રી થતા એક બાદ એક કેદીઓ ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે, હાલ 55 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેલમાં કોરોના સંક્રમણ વધતા તમામ કેદીઓનું હાલ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને જે દર્દી પોઝિટિવ આવે છે તેના સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ બ્રેક કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. જયારે સરકાર દ્વારા લોકોને કોરોના સામે જંગ લડવા માટે સ્વૈછિક લોકડાઉન કરવા માટેની અપીલ કરી હતી. જેને લઈ રાજયના કેટલાક ગામડાઓમાં અને અમદાવાદના કેટલાક વિસ્તારો, બજારોમાં લોકો દ્વારા સ્વૈછિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કોરોનાની એન્ટ્રી સાબરમતી જેલમાં થતા કેદીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. હાલ જેલમાં ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે કેદી કોરોના સંક્રમિત આવે છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારી કોરોના સંક્રમિત થતા કામ કરી રહેલા કર્મીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સુભાષબ્રિજ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે પણ રોજના 1 હજાર લોકો આવે છે, જેને લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આરટીઓમાં 30 કેસ છે. રોજ એક-બે કેસ આવી રહ્યા છે. આરટીઓમાં 160નું મહેકમ છે, જેમાં 40 ઇન્સ્પેક્ટરો છે. હાલ 13થી વધુ ઇન્સ્પેક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સંક્રમણ ઘટાડવા માટે આરટીઓએ વાહનવ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરી નથી અને આરટીઓમાં કામગીરી ચાલુ રાખી છે. સરકારે 50 ટકા કર્મચારીની સંખ્યા ઘટાડવા કરેલા નિર્ણયનું પાલન થતું નથી.

(7:38 pm IST)