Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઉમરેઠની ઓડ ચોકડી નજીક સાંજના સુમારે યુવકને ક્રેઈને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

ઉમરેઠ:તાલુકાની ઓડ ચોકડીએ ગઈકાલે સાંજના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ક્રેઈને ટક્કર મારતાં તેનું સ્થળ પર મોત થયું હતુ. અંગે ઉમરેઠ પોલીસે ક્રેઈનના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ઉમરેઠ શહેરના ગંજ બજાર પાછળ આવેલા વ્યાસના કુવા વિસ્તારમાં રહેતો ફરિયાદી કિશનભાઈ માલાભાઈ વાઘરી પોતાના ભાઈ દિનેશભાઈ (. . ૪૨)સાથે ભંગારની ફેરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે બન્ને ભાઈઓ લોખંડના ભંગારની ફેરી કરીને ચાલતા-ચાલતા ઘર તરફ જતા હતા. દરમ્યાન ઓડ ચોકડીથી સારસા તરફ જવાના રોડ ઉપર પુરપાટ ઝડપે આવી ચઢેલી ક્રેઈન નંબર જીજે-૦૬, એપી-૯૭૦૨એ રોડ ક્રોસ કરી રહેલા દિનેશભાઈને ટક્કર મારતાં તેને માથામાં, છાતીમાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત થયું હતુ.

અકસ્માતને પગલે-પગલે રાહદારીઓ અને આસપાસની દુકાનોવાળા એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન ક્રેઈનનો ચાલક ક્રેઈનને ત્યાં મુકીને ફરાર થઈ ગયો હતો. અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:23 pm IST)
  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST

  • યુપીના ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનના આદેશ : ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન : આજે રાતથી ૨૬ ઍપ્રિલ સુધી લોકડાઉન access_time 6:16 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST