Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મોડાસાની ઋષિકેશ સોસાયટીને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત એક લાખની મતાની ઉઠાંતરી કરતા ચકચાર

મોડાસા: શહેરની ઋષિકેશ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા. બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો.ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીનું ર્લાક તોડી સોનાના દાગીના,કાનની હેરો,બંગડી અને ચાંદીના છડાની ચોરી કરાઈ હતી. અંદાજે રૂપિયા લાખથી વધુ ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

  બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરમાં રખાયેલ સર સામાનને રફેદફે કરી નાખ્યો હતો.ઘરમાં રહેલ તિજોરીનું ર્લાક તોડી પ્લાસ્ટીકના કેરેટમાં મૂકેલ સોનાનો દોરો નંગ- પેન્ડલ સાથે આશરે દોઢ તોલા કિં.રૂ.૪૦ હજાર,બીજો સોનાનો દોરો સૂર્યના પેન્ડલ સાથે દોઢ તોલા કિં.રૂ.૪૦ હજાર,કાનની હેરો કિં.રૂ.૨૦ હજાર,સોનાની પટ્ટી ચડાવેલ બંગડી નંગ- જેની કિં.રૂ. હજાર તથા છડા બે જોડ કિં.રૂ. હજાર મળી કુલ રૂપિયા ,૦૮,૦૦૦ /- ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આમ ઋષિકેશ સોસાયટીમાં બે દિવસમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતા લોકોમાં ચોરીનો ડર ફેલાયો હતો. ચોરી ના બનાવ અંગે અલ્પેશકુમાર ધુળાભાઈ મકવાણા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:22 pm IST)