Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમદાવાદમાં ચકલા સર્કલ નજીક રિક્ષાનું ભાડું માંગવા બાબતે થયેલ હુમલામાં પોલીસ ફરિયાદ

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી નાની-નાની વાતમાં હુમલા કરવાના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં હવે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. હોળી ચકલા સર્કલ ખાતે રિક્ષાનું ભાડું માગવા બાબતે એક શખ્સે ચપ્પુથી હુમલો કર્યો હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે

અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શટલ રિક્ષા ચલાવતા ભરત નાડિયા તેમની ઓટો રિક્ષામાં બનેવી નીતિન પરમારને બેસાડીને નીકળ્યા હતા. દરમિયાન તેમણે મેમ્કો બ્રિજ નીચેથી સિવીલ હોળી ચકલા સુધીના મુસાફરોને બેસાડયા હતા. મુસાફરોને હોળી ચકલા સર્કલથી ફકીરા ટેન્કના છાપરા સામે રોડ ઉપ ઉતારી ભાડું માગવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ પૈકીના એક શખ્સે એમ કહ્યું હતું કે, 'અમારી પાસે ભાડું નથી તમે અહીંથી નીકળી જાવ.' પછી એક શખ્સે રીક્ષામાં પાછળની સીટ પર બેઠેલા બનેવી નીતિન પરમારના છાતીના વચ્ચેના ભાગે છરીથી ઈજા પહોંચાડી હતી.

જેના કારણે લોહીલુહાણ હાલતમાં તેમને વધુ  સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનારાની ઉંમર અંદાજે ૨૫થી ૩૦ વર્ષ છે અને જેની શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે.

(5:19 pm IST)