Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મા અમૃતમ કાર્ડની મુદ્દતમાં ૩ મહિનાનો વધારોઃ નીતિનભાઈ પટેલની જાહેરાત

માર્ચ ૨૦૨૧ના મુદ્દત પુરી થઈ છે તેવા કાર્ડધારકોને ૨૦ જૂન સુધીની મુદ્દત લંબાવાઈ

રાજકોટ, તા. ૧૯ :. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડની મુદતમાં વધારો કરાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું.

આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નાગરીકોના મા અમૃતમ કાર્ડની મુદત તારીખ ૩૧ માર્ચ ૨૦૨૧ના પુરી થઈ છે. તેમને હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને મુદતમાં ૩ મહિનાનો એટલે કે તા. ૨૦ જૂન ૨૦૨૧ સુધી મુદત લંબાવાઈ છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે પત્રકારોને જણાવ્યુ હતું.

(3:33 pm IST)
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • દિલ્હીમાં આજે રાતથી અઠવાડીયાનું લોકડાઉન : પાટનગર દિલ્હીમાં કોરોના બેફામ બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે ૧૦ વાગ્યાથી આવતા સોમવારે સવારે ૫ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે : આમ દિલ્હીમાં ઍક અઠવાડીયાનું સજ્જડ લોકડાઉન જાહેર થયુ છે access_time 12:11 pm IST

  • યુપીના ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનના આદેશ : ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન : આજે રાતથી ૨૬ ઍપ્રિલ સુધી લોકડાઉન access_time 6:16 pm IST