Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજપીપળા દરબાર રોડ પર આવેલી ઐતિહાસિક જૂની વાવ પર લોકોએ મકાનનો કાટમાળ નાંખતા ઉહાપોહ

નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે વાત પહોંચતા તાત્કાલિક સ્ટાફને મોકલી ચર્કિંગ કરાવ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરમાં આવેલી ઐતિહાસિક જૂની વાવ કે જે એક પર્યટક સ્થળ બની શકે તેમ છે પરંતુ વર્ષો થી કેટલાક લોકો આ જગ્યા પર કચરો નાંખતા વાવ પુરાઈ ગઈ છે હાલમાં આસપાસ થઈ રહેલા મકનોના બાંધકામનો કાટમાળ ત્યાં નાંખતા સ્થાનિકોને કોરોના સાથે અન્ય રોગચાળો ફેલાઈ તેવો ભય સતાવતા કેટલાક લોકો એ વોર્ડ નં.5 ના પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામીને રજુઆત કરતા આ બાબત ની જાણ પાલીકાના મુખ્ય અધિકારીને કરતા પાલીકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ તાબડતોબ પાલીકા સ્ટાફને ત્યાં મોકલી તપાસ કરાવી કચરો ઠાલવનાર વ્યક્તિઓ પર જરૂર જણાઈ તો કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
  આ બાબતે પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી એ જણાવ્યું કે આ સ્ટેટ સમયની લગભગ 150 વર્ષ જૂની આ વાવ છે ઍની જો યોગ્ય માવજત રાખવામાં આવે તો અહીં એક યાદગાર સ્થળ બની શકે પરંતુ તંત્ર કોઈ તકેદારી ન રાખતા હાલ લોકો એનો કચરાપેટી ની જેમ ઉપયોગ કરે છે માટે પાલીકા ના અધિકારી એ આવા લોકોને નોટિસ આપી ત્યાં યોગ્ય સફાઈ કરાવવી જોઈએ.

(9:45 pm IST)