Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજપીપળા એસટી ડેપોમાં વોટર કુલર હોવા છતાં ઉનાળાની ગરમીમાં કુલર ચાલુ ન કરતા મુસાફરોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોએ જિલ્લાનું વડું ડેપો હોવા છતાં અહીંયા અનેક તકલીફો જોવા મળે છે જેમાં હાલમાં પડી રહેલી ગરમીમાં પણ ડેપોની પાણીની પરબ ઉપર કુલર હોવા છતાં બંધ રખાતા મુસાફરો અને સ્ટાફ ગરમ પાણી પીવા મજબૂર થયા છે.
જાણવા મળ્યા મુજબ વોટર કુલર ચાલુ હાલતમાં હોય અને હાલ ઉનાળાની આકરી ગરમી પડવા છતાં તેને ચાલુ ન કરાતા કુલર પરબમાં પડ્યું પડ્યું બગડી જશે એના કરતાં તેનો ઉપયોગ કરી મુસાફરોને ઠંડુ પાણી અપાઈ તેવી માંગ છે.નહિ તો આ તરફ ક્ષાર યુક્ત પાણી હોવાથી બંધ હાલત માં મૂકી રખાયેલું કુલર ક્ષારના કારણે ખરાબ થઈ જશે માટે લોકના ઉપયોગ માટે મુકાયેલા કુલર દ્વારા ઠંડુ પાણી મળે એ જરૂરી છે.નહિ તો ત્યાં આવતા જતા મુસાફરોને ઠંડા પાણી ની બોટલો ખરીદવી પડે છે.

(9:42 pm IST)