Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજપરા ગામમાં માસ્ક વગર ભેગા થયેલા 6 ઈસમો વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રાજપરા ગમમાં માસ્ક વિના એકઠા થઇ બેસેલા છ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એસ.ડી.પટેલની ફરિયાદ મુજબ રાજપરા ગામે આવેલ ભાથીજી દાદાની ડેરી પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા નો ભંગ કરનારા સતિષભાઇ મંગા ભાઇ વસાવા ,ઇલેશભાઇ ગોવિંદભાઇ તડવી, પ્રકાશભાઇ ભીખજીભાઇ વસાવા, અનીલભાઇ મહેશભાઇ વસાવા, પ્રશાંતભાઇ ગોવીંદભાઇ વસાવા તથા ઉદિતભાઇ ગોપાલ ભાઇ માછી (રહે. રાજપરા તા.નાંદોદ) વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:39 pm IST)
  • કોવિડ -19 રસી ઉપર અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે "અમેરિકામાં "16" વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક આજે રસી મેળવવા પાત્ર છે. જેમ બને તેમ સૌ રસી જલ્દી મુકાવે" access_time 12:19 am IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 663 અને ગ્રામ્યના 98 કેસ સાથે કુલ અધધધ 761 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા બેબાકળા access_time 7:53 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST