Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઓટોમેટિક પીસ્ટલ, 10 કાર્ટીઝ, સુઝુકી બલેનો કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ પકડી મોટી સફળતા હાંસલ વલસાડ પોલીસે કરી:વલસાડ જિલ્લા પોલીસે વધુ એક અપહરણ કરનારી ગેંગને પકડી મોટી સફળતા મેળવી

બિહારની ગેંગ વિશે 'અકિલા' સાથે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વાતચીતમાં જણાવ્યું કે આ ટ્રફ માં ટ્રફ હોઈ છે ક્રાઇમ પ્રિવેન્ડ કરવુ આવડું મોટું ક્રાઇમ જે બિહારની ઓર્ગેનાઈઝ ગેંગ છે જેને પહેલા 2020 માં અપહરણ કરી ૫૦ લાખ ખંડણી લેવામાં સફળ પણ થયા હતા :આ ગેંગે 2 ટાર્ગેટ નક્કી પણ ક્યા હતા પણ પોલીસે તેને દબોચી લીધા પોલીસે cctv પણ તપાસ કર્યા : ગેંગ ના આરોપીઓ એ 6 થી 7 જગ્યાએ રેકી પણ કરી હતી:એક કરોડની ખંડણી મેળવવાનું કાવતરૂ રચી પુરતી તૈયારી સાથે નીકળેલા ગેંગના આરોપીઓને વલસાડ જિલ્લા પોલીસે છઠ્ઠી યાદ કરાવી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડરને દેશની ટોચની અપહરણ ગેંગના સકંજામાંથી છોડાવી ગેંગને જૈર કરી મોટી સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ પણ વલસાડ પોલીસ દ્વારા સેલવાસના બિલ્ડર અને વાપીના ઉદ્યોગપતીનું અપહરણની ઘટનાને અંજામ આપનારી યુપી બિહાર અને કેરળના ગેંગસ્ટરની ગેંગ પકડી પાડી તેમની પાસેથી ઓટોમેટિક પીસ્ટલ, 10 કાર્ટીઝ, સુઝુકી બલેનો કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ જયદિપસિંહ ચાવડા, એલ.જી.રાઠોડ, એએસઆઇ રાકેશભાઇ રમણભાઇ, કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ,બહાદુરસિંહ, રાજેશભાઇએ લવાછા-પીપરીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન ASI રાકેશકુમાર ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની નંબર વગરની મારૂતિ સુઝુકી બલેનો કારમાં પાંચ જેટલા ઇસમો ઘાતક હથિયારોથી સજ્જ થઇ સેલવાસ ખાતે સામરવરણી વિસ્તારમાં ઓફિસ તથા રખોલી વિસ્તારમાં રહેણાંક ધરાવતા અગ્રણી બિલ્ડર ભરત પાંચાલ નાઓનું તેમની મર્સિડીઝ કાર નંબર DN-09 Q-3600 માંથી કોઇ પણ રીતે અપહરણ કરી તેના પરીવાર પાસેથી બિલ્ડરને છોડાવવાના બદલામાં રૂ. એક કરોડની ખંડણી મેળવવાનું કાવતરૂ રચી પુરતી તૈયારી સાથે નીકળેલા છે. જે બાતમી આધારે ડુંગરા પોલીસ ટીમ દ્રારા બલેનો કારને રોકવાનો ઇશારો કરતા કાર ચાલકે કાર પુરઝડપે ચલાવતા પોલીસે તેનો પીછો કરી લવાછા-પીપરીયા ચેકપોસ્ટ પાસે અટકાવતા એક આરોપી કારનો દરવાજો ખોલી નાશી ગયેલ અને કારમાં સવાર અન્ય ચાર આરોપીઓ પકડાઇ ગયા હતા. જેમાં પોલીસે ટુન્નુસીંગ ઉર્ફે જયસીંગ ઉર્ફે જય બ્રિજકિશોરસીંગ ઉ.વ.૨૪ હાલ રહે.સામરવરલી સેલવાસ મૂળ રહે.ગામ-ધનેછપરા,પોસ્ટ-હાફિસપુર,થાના-જનતા,જી.છપરા(બિહાર), શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસીંગ ઉ.વ.૨૨ હાલ રહે.હરિયાપાર્ક ડુંગરા મૂળ રહે.ગામ-છેવાડ પશ્ચિમ,થાના-લાલગંજ,જી.આજમગઢ (ઉત્તર પ્રદેશ), ફેલીક્સ સીબુ થોમસ ઉ.વ.૨૦ હાલ રહે.અમનપાર્ક બિલ્ડીંગ ડુંગરા મૂળ રહે.ગામ-મનકરા,જી.કોલ્લોમ (કેરળ),  અમિત જયપ્રકાશસીંગ ઉ.વ.૧૮ રહે.દિલીપનગર ડુંગરા મૂળ રહે.ગામ-ગૌરી,જી.સાસારામ (બિહાર) હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે ભાગી ગયેલો આરોપી વિશાલ ઉર્ફે કાલુ હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે તેમની તપાસ કરતાં ટુન્નુસીંગ પાસેથી એક ઓટોમેટીક પિસ્તોલ તથા પિસ્તોલમાં ભરાવેલ એક મેગેઝીન તથા તે મેગેઝીનની અંદર લોડ કરેલા કાર્ટીઝ નંગ-૧૦ મળી આવી હતી. પોલીસે તેમની પુછતાછ કરતા તેની સાથેનો તેનો મિત્ર શ્રીકેશ ઉર્ફે પોલુ છેલ્લા ચારેક મહિનાથી વલસાડ જીલ્લામાંથી તડીપાર થતાં હાલમાં સેલવાસના સામરવરણી વિસ્તારમાં રહેતો હોય તથા આ અગાઉ પણ ટુન્નુસીંગે પોતાના મિત્ર ફેલીક્સ સહિત અન્ય આરોપીઓ સાથે મળી ગત ફે્બ્રુઆરી-૨૦૨૦ માં વાપી જી.આઇ.ડી.સી.વિસ્તારમાં એક અગ્રણી ઉદ્યોગપતિ અમિત શાહનું તેની જ કારમાં અપહરણ કરી રૂપિયા પચાસ લાખની ખંડણી લઇ છોડી દીધો હતો. જેની સફળતા બાદ તેઓ વાપી ગુંજન વિસ્તારમાં રહેતા તથા દાદરા વિસ્તારમાં નારાયણી પ્લાસ્ટો ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા એલ.આઇ.સી.કંપનીના મેનેજર તથા બ્રાઉન કલરની મર્સીડિઝ C ક્લાસ કાર નંબર DN-09 J-2525 માં ફરતા નારાયણ એમ શેટ્ટી નામના ઉદ્યોગપતિનું અપહરણ કરી મોટી રકમની ખંડણી માંગવાના ઇરાદે રેકી કરી હતી. ઘટનાને અંજામ આપવા નિકળ્યા હતા. જોકે, વલસાડ પોલીસની ચપળતાથી તેઓ ઘટનાને અંજામ આપે એ પહેલાં જ હથિયારો સાથે પકડાઇ ગયા હતા. જેના કારણે વલસાડ અને સેલવાસમાં અપહરણની ઘટના ટળી શકી હતી

(9:19 am IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 663 અને ગ્રામ્યના 98 કેસ સાથે કુલ અધધધ 761 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા બેબાકળા access_time 7:53 pm IST

  • 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવાની માંગ કરતી, દાખલ કરેલી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે access_time 10:23 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST