Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

અમદાવાદમાં ધારાસભ્ય ખેડાવાલાના સંપર્કમાં આવનાર ખાડિયાના ૬ કોન્સ્ટેબલ સહિત ૧૬ પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્તઃ હવેલી પોલીસ સ્ટેશનના ર૭ પોલીસ કર્મીઓ હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા

અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે, શહેરના ૧૬ પોલીસ જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા એસીપી, પીઆઇ, ચાર પીએસઆઈ સહિત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ૨૭ પોલીસ જવાનોને હોમ (CORONA) ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. (CORONA)અસારવાની પતરાવાળી ચાલીમાં ૧૦ જણાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ૪૦૦૦ લોકોને કલસ્ટર ક્વૉરન્ટાઇન કરાયા. અમદાવાદમાં કોટ વિસ્તાર બાદ એક પછી એક વિસ્તાર કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, શાહીબાગ વિસ્તારના અસારવા ખાતે આવેલી તાર વાળી ચાલીમાં ખોખરા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત દસ વ્યક્તિનો આજે સવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાર વાળી ચાલીના ફરતે લોખંડના પતરા લગાડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

એટલું જ નહીં આ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરીને ચાલીના ૪,૦૦૦ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ શાહીબાગ પોલીસે હોળી ચકલા થી ચમનપુરા સુધી ચાલી માંથી કોઇપણ વ્યક્તિ બહાર આવે નહીં અને બહારની વ્યક્તિ અંદર જાય નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ખાડીયા પોલીસ સ્ટેશનના છ પોલીસ કોન્સ્ટેબલ સહિત ૧૬ પોલીસ જવાનોનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં પણ દહેશત વાપી જવા પામી છે. કારણકે બે દિવસ પહેલા એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સાથે ફરજ બજાવતા હેબતપુર પોલીસ ચોકીનાં જવાનો સહિત નવ પોલીસ કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

૧૬ પોલીસ કર્મચારીઓની સાથે સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો સહિત અનેક લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત જમાલપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને તેમના પરિવારના સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના રહીશો તેમજ એસીપી એ.વી. પટેલ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એન. પરમાર, ચાર પીએસઆઇ સહિત ૨૭ પોલીસ જવાનોને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું ઝોન- , ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું.

(11:42 am IST)