Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

ડીસાના પાર્લરમાં તંત્ર દ્વારા ઓચિંતી તપાસ : ગુટખાનો જથ્થો ઝડપાયો; તાત્કાલીક ધોરણે બંધ

બનાસકાંઠામાં જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ અમલમાં છે જેમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવા સવારે ૭ થી ૧૨ વાગ્યા સુઘી નો સમય પણ આપવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા સમય મર્યાદા કરતા વધુ સમય સુધી દુકાનો ખુલ્લી રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોય છે ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી, શહેર મામલતદાર તથા ઉત્તર પોલીસ દ્વારા ડીસા ના હાઇવે વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંઘવી નગરની આગળ અર્બુદા પાર્લરની દુકાન ચાલું હોઈ પાર્લરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ તમાકુ અને ગુટકાના ૧૪૨ જેટલા પાઉચ મળી આવ્યા હતા આ મામલે ઉત્તર પોલીસે પાર્લર માલિક મહેશ માનાજી પુરોહિત ( રહે. બ્રહ્મપુરી ) વિરુદ્ધ ગુનો નોંધી જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ શહેર મામલતદાર દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરીને અર્બુદા પાર્લરને તાત્કાલિક ધોરણે બંઘ કરવામાં આવ્યુ હતું.

(2:06 pm IST)