Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

નર્મદા જિલ્લા માટે સારા સમાચાર :૧૮ એપ્રિલ બપોર સુધીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી

૧૭ એપ્રિલ સુધીમાં આરોગ્ય વિભાગના ૪ વ્યક્તિઓ સહિત કુલ-૧૧ પોઝીટીવ કેસ હતા જેમાં આજે એક પણ વધારો થયો નથી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શનિવારે બપોર સુધી નર્મદા જિલ્લા માટે સારા સમાચાર કહી શકાય કેમ કે ૧૮ એએપ્રિલ બપોર સુધીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નવો નોંધાયા નથી.આમ તો અત્યાર સુધી કુલ - 294 સેમ્પલો લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા જેમાંથી 283 સેમ્પલના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે.અગાઉ જે પોઝિટિવ કેસ આવ્યા હતા એમના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હોય તંત્ર એ અને લોકોએ રાહત નો શ્વાસ લીધો છે. જોકે જ્યાં પોઝિટિવ દર્દીઓ નીકળ્યા હતા એવા વોર્ડ સિલ કરાયા હતા અને ત્યાં જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પાલીકા ટિમ દ્વારા સેવા અપાઈ રહી છે.જેમાં આ વોર્ડના વ્યક્તિ ફોન કરે ત્યારે પાલીકા કર્મચારીઓ જરૂરી વસ્તુઓ કે દવા તેમના ઘરે પહોંચાડી ત્યાં વસ્તુનું બિલ આપી રૂપિયા લે છે. અને લોકો એ બહાર ન નીકળવા પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલે મેસેજ અને તેમના અવાજ માં એક ઓડીઓ કલીપ પણ ફરતી કરી હતી જેમાં વોર્ડ ૪,૫ અને ૬ ના લોકો ને જરૂરી સૂચના સાથે બહાર ન નીકળવા અપીલ કરી હતી.આવનારા દિવસોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરશો તો આપણો જિલ્લો કોરોના મુક્ત બનશે.ખોટી અફવાઓથી ગભરાશો નહિ જેવી બાબતે પણ તંત્ર એ લોકોને સૂચના આપી છે.

(9:15 pm IST)