Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

નસવાડી તાલુકા પંચાયતના સભ્ય સવારે કોંગ્રેસમાં જોડાયા :છ કલાક બાદ સાંજે પાછા ભાજપમાં ઘરભેગા

 

રાજનીતિમાં પક્ષ પલટો થાય તેવું તો સાંભળ્યુ હશે. પરંતુ 6 કલાકમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં અને પાછા હતા ત્યાંને ત્યાં આવી જાય તો બાબતને રમૂજ સાથે ઘણું બધું કહી જાય છે  આયા અને ગયા નો અનોખો કિસ્સો નોંધાયો છે નસવાડી તાલુકા પંચાયતના સભ્યની જેઓ સવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા.. અને  સાંજે પાછા કોંગ્રેસ છોડીને ભાજપમાં ઘર ભેગા થઇ ગયા.

   સાંકળત બેઠકના 11 ગામ તાલુકાના સભ્યે આવું કર્યુ. તેઓ ભાજપમાં પોતાનું કામ થતું હોવાથી કોંગ્રેસમાં જોડાયા. માજી ધારાસભ્ય ધીરૂભાઇ ભીલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો. અને બસ 6 કલાક વીત્યા બાદ ફરી પાછા ભાજપમાં ભળી ગયા. અને ગીતાબેન રાઠવાના હસ્તે ફરી ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં ભળી ગયા હતા.

(12:03 am IST)