Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

નવસારીના ઇટાળવા નજીક દારૂ ભરેલી કારે બાઈક ચાલકોને ઉડાવ્યા:એકનું કરૂણમોત :ત્રણ લોકો ગંભીર

કારચાલક ફરાર વિદેશી દારૂ સહીત કાર કબ્જે

બીલીમોરા થી નવસારી તરફ જઈ રહેલ વિદેશી દારૂ ભરેલ કારનો અકસ્માત થતા વિદેશી દારૂ ભરેલ છે એવો ભાંડો ફૂટ્યો હતો. એક મોપેડ પર ચાર લોકોની સવારીને આ કારે અડફેટે લેતા એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જયારે ૩ લોકોને ગંભીર ઇજા થતા સ્થાનિક હોસ્પિટલ બાદ સુરત શિફ્ટ કરવાનો વારો આવ્યો છે.

આ અંગે મળતી વિગત મુજબ નવસારીના ગણદેવી તાલુકાના કોથા ગામે લગ્ન પ્રસંગે આવેલા યુવાનો પરત ફરતી વેળાએ કાળમુખી કાર એક યુવાન મનોજ ટી રાઠોડ ( સુરત )ને કચડી માર્યો છે અને અન્ય ત્રણ લોકો ચેતન ટી રાઠોડ (સુરત), સતીશ બી રાઠોડ (સુરત),મુકેશ મનુભાઈ નાયકા (સુરત)ને ગંભીરઇજા પોહચાડી હતી

 . પોલીસે અકસ્માત સાથે દારૂનો ગુનો નોંધી તપાસ હાથધરી છે કાર ચાલાક કાર છોડીને ફરાર થયો હતો બાઈક ચાલકની પણ ચાર લોકોની સવારી સામે પણ પ્રશ્ન ઉભો થયો છે પોલીસે વિદેશી દારૂ અને કાર કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે

(10:45 pm IST)