Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

નીયોજેન કેમિકલ્સનો IPO ૨૪ એપ્રિલના દિવસે ખુલશે

ઇક્વિટી શેર બીએસઈ-એનએસઈ પર લિસ્ટેડ થશે : પ્રાઇસ બેન્ડ ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરદીઠ ૨૧૨થી ૨૧૫ રૂપિયા : આઇપીઓ ૨૬મી એપ્રિલે બંધ

અમદાવાદ, તા.૧૯ : ભારતમાં બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલ્ટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદકોમાંની એક નીયોજેન કેમિકલ્સ લિમિટેડએ તા.૨૪ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો ગાળો બિડ/ઓફર ખુલવાનાં એક ચાલુ દિવસ અગાઉ એટલે કે તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ રહેશે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરદીઠ રૂ. ૨૧૨થી રૂ. ૨૧૫ રહેશે, જયારે આ આઇપીઓ તા.૨૬ મી એપ્રિલ,૨૦૧૯ના રોજ બંધ થશે એમ અત્રે કંપનીના જોઇન્ટ એમડી હરિન કાનાણી અને ચીફ ફાયનાન્સીયલ ઓફિસર મહેશ તન્નાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આઇપીઓમાં કંપનીનાં રૂ. ૭૦૦.૦૦ મિલિયનનાં ફ્રેશ ઇશ્યૂ તથા હરિદાસ ઠાકરશી કાનાણી (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર)નાં ૧,૬૯૯,૬૦૦ ઇક્વિટી શેર અને બીના હરિદાસ કાનાણીનાં ૧,૨૦૦,૪૦૦ ઇક્વિટી શેર સુધીનાં શેરનાં વેચાણની ઓફર સામેલ છે. આ આઇપીઓની બિડ/ઓફર તા.૨૬ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ બંધ થશે. બિડ લઘુતમ ૬૫ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૬૫ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપનીનાં ઋણની સંપૂર્ણ કે ચોક્કસ ભાગની આગોતરી કે પુનઃચુકવણી કરવા માટે, ૯.૮ ટકા એફઆરસીપીએસનાં વહેલાસર રિડેમ્પ્શન માટે, લાંબા ગાળાની કાર્યકારી મૂડી માટે અને સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર ઇન્ગા એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને કો-બુક રનિંગ લીડ મેનેજર બાટલીવાલા એન્ડ કારાણી સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો,૧૯૫૭નાં નિયમ૧૯(૨)(બી),જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર)હેઠળ થઈ છે.ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન,૨૦૦૯,સુધારા સાથે (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ)નિયમન૪૧નેઅનુરૂપ રજૂ કરવામાં આવી છે. ઓફર સેબીઆઇસીડીઆર નિયમનોનાં નિયમન ૨૬(૧)ને અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન)નાં સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જેમાં શરત એ છે કે સેબી આઇસીડીઆરનાં નિયમનો મુજબ, કંપની બીઆરએલએમ અને સીબીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી કેટેગરીનો ૬૦ ટકા હિસ્સો એન્કર રોકાણકારોને વિવેકાધિન ધોરણે કરી શકે છે, જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમતપર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબસ્ક્રિપ્શ કે નોન-એલોકેશનનાં કિસ્સામાં બાકીનાં ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત ચોખ્ખી ક્યુઆઇબી પોર્શનનો ૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખી ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો તમામ ક્યુઆઇબી (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત વેલિડ બિડ્સ પ્રાપ્ત થવાને આધિન છે.

(10:07 pm IST)