Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આંકલાવ શહેર પોલીસે દરગાહ નજીક છાપો મારી હારજીતનો જુગાર રમતા 9 શખ્સોને 7 હજારની રોકડ સાથે દબોચ્યા

આંકલાવ: શહેર પોલીસે આજે બપોરના સુમારે બાલશાપીરની દરગાહ નજીક છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૯ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૭૫૦૦ જપ્ત કરીન ેજુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પકડાયેલા શખ્સોમાં ઈસુભા ગંભીરસિંહ રાજ, જીસાહેબ મહેમુદભાઈ રાજ, જાવેદઅલી ઈનાયતઅલી સૈયદ, ફીરોજખાન ઉર્ફે ટપાલી ઈબ્રાહીમખાન રાજ, સીરાજુદ્દીન નસીરૂદ્દીન સૈયદ, રણજીત ઉર્ફે બલી ચન્દ્રસિંહ રાજ, મહંમદખાન બળવંતખાન રાજ, હમીદભાઈ ફતેસિંહ રાજ અને હમીરસિંહ રવિન્દ્રસિંહ રાજનો સમાવેશ થાય છે. 

(6:04 pm IST)