Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કઠલાલના ફાગવેલમાં નજીવી બાબતે દંપતીએ મહિલાને ઢોરમાર મારતા ગુનો દાખલ

કઠલાલ: તાલુકાના ફાગવેલ તાબે બારીયાના મુવાડામાં રહેતાં કાંતિભાઈ રાઠોડ અને તેમની પત્નિ જીવાબેન રાઠોડ ગત મંગળવારના રોજ સાંજના સમયે ફાગવેલ આઈટીઆઈ નજીક ઊભા હતાં. તે દરમિયાન ફાગવેલ તાબે પનાજીના મુવાડામાં રહેતાં બઈજીબેન સોમાભાઈ રાઠોડ અને સોમાભાઈ હિંમતસિંહ રાઠોડ એકાએક ત્યાં આવી પહોંચી જીવાબેનને અપશબ્દો બોલવા લાગ્યાં હતાં અને ત્યારબાદ બઈજીબેને તુ મારા પતિ સાથે કેમ બોલે છે તેવો આક્ષેપ કરી ઉશ્કેરાઈ જઈ હાથમાની લાકડી જીવાબેનને ફટકારી હતી અને ત્યારબાદ બંને જણાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયાં હતાં. 
લાકડીના પ્રહારથી ઈજાગ્રસ્ત બનેલા જીવાબેનને સારવાર માટે તાત્કાલિક બાલાસિનોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

(6:01 pm IST)