Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

માતર તાલુકાના સંધાણામા હોટલના કર્મચારીએ નાણાં માંગવા બાબતે કર્મચારી પર હુમલાનો પ્રયાસ કરતા ફરિયાદ દાખલ

માતર: તાલુકાના સંધાણામાં હાઈવે રોડ પર આવેલી એક હોટલમાં જમવા આવેલા ગ્રાહક પાસે બિલના નાણા માંગવા બાબતે કર્મચારી પર કોદાળીથી હુમલાનો પ્રયાસ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સંધાણામાં હોઈવે રોડ પર આવેલ શાલીમાર હોટલમાં તાહીરભાઈ ઈસ્માઈલભાઈ પીરમદવાલા નોકરી કરે છે. ગતરોજ રાત્રિથી તેઓ હોટલમાં હાજર હતાં તે દરમિયાન આજરોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં સંધાણામાં રહેતાં અજ્જુભાઈ કાલુભાઈ ચૌહાણ જમવા માટે આવ્યાં હતાં. જમ્યા બાદ તેઓ બિલના રૂ.૧૫૦ આપ્યાં વગર નીકળતાં હોઈ તાહીરભાઈએ તેમને બોલાવ્યાં હતાં. અને જમવાના બિલના રૂ.૧૫૦ તેમજ અગાઉના બાકીના રૂ.૫૦૦ની માંગણી કરી હતી. જો કે રૂપિયાની માંગણી કરવાથી ઉશ્કેરાઈ ગયેલા અજ્જુભાઈ નજીકમાં પડેલી કોદાળી લઈ તાહિરભાઈ પર હુમલો કરવા આવ્યાં હતાં. જો કે આસપાસના લોકો વચ્ચે પડતાં તે તાહિરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. 

(6:00 pm IST)