Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સુરતમાં અગાઉ દુકાનદાર પાસેથી 4400ની લાંચ લેનાર પુરવઠાના ઓફિસરની રંગે હાથે ધરપકડ

સુરત:આજથી ૧૪ વર્ષ પહેલાં સરકારી વાજબી ભાવના દુકાનદાર પાસે રૂ.૪૪૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા વરાછા પુરવઠા ઝોનલ અધિકારી પ્રકાશ દેસાઈ તથા તેના મળતીયા ભુરાલાલ ખટીકને આજે લાંચ કેસોની ખાસ અદાલતે ગુનામાં દોષી ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને બે વર્ષની કેદ,રૂ.૨ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

કાપોદરા ખાતે વિજય સોસાયટીમાં રહેતા તથા સરકારી વ્યાજબી ભાવના દુકાન ધરાવતા ફરિયાદીએ  વર્ષ-૨૦૦૫માં સુરત જિલ્લા કલેકટરના પુરવઠા વિભાગમાં વરાછા ઝોનલ ઓફિસર પ્રકાશ યશવંત દેસાઈ (રે.સરકારી વસાહત, પ્રકાશ સોસાયટી,અઠવાલાઈન્સ) ગેરકાયદે લાંચની માંગણી કરી હતી.જે મુજબ ફરિયાદી કુલ ૭૨૫ રેશનકાર્ડ ધારક હતા. જેથી આરોપીએ ૨૫ ટકા ગ્રાહકો ગેસકનેકશન ધરાવતા હોવાની ખોટી હકીકત જણાવી હતી. જેથી બીજા ૧૨.૫ ટકા ગ્રાહકો ગેસ જોડાણ નહીં ધરાવતા  હોવાનું દર્શાવવા માટે ગેરકાયદે રૂ.૪૪૦૦ની લાંચ માંગી હતી.

(5:58 pm IST)