Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે હજારો માઇભક્તોની ભીડ જોવા મળી

અંબાજી:આજે ચૈત્રી પૂનમ એટલે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ બાદની બીજી સૌથી મોટી પૂનમ આ પૂનમે પણ યાત્રિકોનો ભારે ધસારો હોય છે. યાત્રિકોના ધસારાને પહોંચી વળવા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ પુરી કરી દેવામાં આવેલ છે. જેથી યાત્રિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલીઓ નહિ પડે તેની ખાસ મંદિર ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આજે ચૈત્રી પૂનમ હોઈ હવે આ પૂનમે પણ વિવિધ ગામોથી પગપાળા આવતા સંઘોનો સતત વધારો થઈ રહ્યો છે. પહેલા માત્ર ભાદરવી પૂનમ પર જ પગપાળા આવવાનો મહિમા હતો પરંતુ હવે બારેમાસની પૂનમો દરમિયાન પગપાળા આવતાં યાત્રિકોની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. ચૈત્ર મહિનાના ધોમ ધખતા તાપમાં પણ અબાલવૃદ્ધો, યુવાનો-યુવતિઓ માંડવડીઓ લઈ બોલ માડી અંબે જય જય અંબેના નાદો બોલી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજાવી રહ્યા છે.

(5:58 pm IST)