Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

હાલોલ-વડોદરા હાઇવે પર એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે ટેમ્પાને ઝડપ્યો

વડોદરા:હાલોલ-વડોદરા હાઇવે પર જરોદ નજીક જિલ્લા એલસીબીએ દારૃનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડી દારૃની૨૧૯૨ બોટલો કબજે કરી બે શખ્શોની ધરપકડ કરી છે. દારૃનો જથ્થો હરીયાણાથી તિલકવાડા તાલુકામાં લઇ જવાનો હોવાની વિગતો બહાર આવી છે.

બ્રાઉન રંગના આયશર ટેમ્પોમાં દારૃનો જથ્થો તિલકવાડા તાલુકાના માંગુ ગામે રહેતા મહેન્દ્ર રમણભાઇ પરમારે મંગાવ્યો છે અને આ ટેમ્પો હાલોલથી વડોદરા થઇ કરજણ તરફ જનાર છે તેવી બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.પી. પરમારની સુચનાથી સ્ટાફના માણસોએ જરોદ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પોમાં તપાસ કરતા દારૃની બોટલનો મોટો જથ્થો મળ્યો હતો.

(5:57 pm IST)