Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમદાવાદના વાડજમાં મકાનમાં આઇપીએલ પર સટ્ટો રમાડનાર બે શખ્સોને પોલીસે દબોચ્યા

 

અમદાવાદ: વાડજમાં એક મકાનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહેલા બે શખ્સોની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી. અહીંથી પોલીસે ટીવી, મોબાઈલ અને લેપટોપ મળીને ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીને ૧૮ એપ્રિલના રોજ માહિતી મળી હતી કે વાડજના એખબારનગર સર્કલ નજીકના આકાશદીપ એપાર્ટમેન્ટના એક મકાનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર કેટલાક શખ્સો સટ્ટો લઈ રહ્યા છે. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડીને આ ફ્લેટમાં રહેતા દક્ષેષ બી.શાહ (૪૨) અને ચાંદલોડીયામાં રહેતા ખોડાભાઈ એ.પટેલ (૩૯)ની ધરપકડ કરી હતી. અહીંથી પોલીસે લેપટોપ, ટીવી રોકડ રકમ અને ૯ મોબાઈલ મળીને રૃ. ૩૪,૯૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:56 pm IST)