Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જો તમારી પાસે એલઆઇસીની પોલીસી હોય તો હવે ઘેર બેઠાં લોન મળશે

તમારે ઇએમઆઇ ચૂકવવા નહીં પડે, મેચ્યુરીટી વખતે કપાવી શકશો

નવી દિલ્હી તા ૧૯ :  જો તમારી પાસે ભારતીય જીવન વીમા નિગમની એટલે કે એલઆઇસીની પોલીસી હોયઅને જો તમારે અચાનક નાણાંની જરૂર પડે તો હવે પરેશાન ન થશો.એલ.આઇ.સી. હવે તમારી આ જરૂરીયાતની પૂર્તતા કરી આપશે. જો તમારી પાસે એલ.આઇ.સી. હોય તો હવે ઘરે બેઠા તમને પોલીસી પર લોન મળી જશે. તમારે માત્ર ઓનલાઇન જ લોન માટે અરજી કરવાની રહેશે, અને ત્યારબાદ તમને સરળતાથી લોન મળી જશે.

જો તમે ઇચ્છો તો લોનના ઇએમઆઇ એટલે કે હત્પાચુકવવાની પણ જરૂર રહેશે નહીં. પોલીસી મેચ્યોર થવા પણ તમે જેટલી જરૂરિયાતની પૂર્ણતા કરવા પોતાની વેબસાઇટ પર આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હવે તમે https://www,licindia.in/home policyloanoptions પર જઇને ઓનલાઇન લોન માટે અરજી કરી શકો છો.

આ લિંકને કિલક કર્યાબાદ તમનો ઓનલાઇન લોન અરજી માટે વિન્ડો મળશે. તેને કિલક કર્યા બાદ તેમાં માંગવામાં આવેલી માહીતી ફીડ કર્યા બાદ એક ફોર્મ ડાઉનલોડ કરવાનું તમને કહેવામાં આવશે. આ ફોર્મ સંપૂર્ણપણે ભરેલું હશે, તેમાં તમારે માત્ર સહી કરીીને તેને સ્કેન કરવાનું રહેશે, અને પછી ફરી વખત એલઆઇસીની વેબસાઇટ પર તે ફોર્મ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પ્રોેસ પુરી થઇ જશે, અને પાછળથી એેલઆઇસી તમને લોન આપશે.

એલઆઇસી. તરફથી મળનારી લોન માટે તમારે કોઇ હપ્તા ચુકવવાની ઝંઝટમાં પડવું પડશે નહીં પોલીસી પુરી થવાના પહેલા તમે હપ્તા ચુકવી શકશો અથવા પોલીસી મેચ્યોર થાય ત્યારે તેમાંથી લોનની રકમની કપાત કરી શકાશે. જો લોન પર વ્યાજ ચુકવવાનું રહેશે. આમ હવે લોન મેળવવા માટ તમારે એલઆઇસીની બ્રાંચમાં ચક્કરો કાપવા પડશે નહીં.ે

(3:46 pm IST)