Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ચાવડા-શાહને જીતાડવા શંકરસિંહ પ્રયાસો કરશે

ગાંધીનગર બેકઠ પર સી.જે. માટે બાપુ મેદાનેઃ ખેડામાં પણ આદરી મહેનત

રાજકોટ તા.૧૯: ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ વિરૂદ્ધ પ્રતિષ્ઠાનો જંગ લડી રહેલા ધારાસભ્ય સી.જે. ચાવડાની વ્હારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા છે. બાપુએ ગઇકાલે સાણંદમાં સભા સંબોધ્યા બાદ તેમના ગાંધીનગર વિસ્તારના તમામ સંપર્ક, કાર્યકરો તથા મિત્રવર્તુળોને અમિત શાહને હરાવવા માટેની સુચનાઓ આપી છે. વાઘેલાએ ખેડા વિસ્તારનો પણ પ્રવાસ કરીને બિમલ શાહ માટે મહેનત આદરી છે.

અમદાવાદ લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક કબ્જે કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સભાઓ કરવામા આવી રહી છે.ત્યારે એનસીપીની નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સીજે ચાવડાને સમર્થન જાહેર કર્યું હતું. અને સીજે ચાવડા માટે પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આવતી ચૂંટણી બાદ ભાજપ સરકાર નહી આવે. ભાજપની ૧૦૦ કરતા પણ વધુ બેઠકો દ્યટશે.

ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા  અમિતભાઈ શાહના વિરુદ્ઘમાં  પ્રચાર કર્યો હતો. સી.જે.ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાદ્યેલા આજે પ્રથમ સભામાં જોવા મળ્યા હતા. રાજયમાં કોંગ્રેસ અને NCP¨Á હજી સુધી ગઠબંધન થયુ નથી. ત્યારે હવે શંકરસિંહ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

વાઘેલાના અંગત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શંકરસિંહજી વાઘેલાએ ખેડા બેઠક પર ચૂંટણી લડી રહેલા બિમલશાહ માટે પણ તેમના અંગત સંબંધો અને રાજકીય તાકાત કામે લગાડી છે. તૂર્તમાં બિમલ શાહ માટે પણ શંકરસિંહજી જાહેરમાં આવશે. આ અગાઉ તેમણે ખેડા વિસ્તારમાં પ્રવાસ કરી બિમલ શાહ માટ પ્રયાસો આદર્યા હતા.

(3:46 pm IST)