Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જ્ઞાતિવાદથી કંટાળેલા રિક્ષાચાલકે ખુદને નાસ્તિક જાહેર કરવા કોર્ટમાં અપીલ કરી

હાઇકોર્ટે રાજય સરકારે તેમજ જિલ્લા કલેકટરને આ મુદ્દે નોટિસ પાઠવી વધુ સુનાવણી ૯મી જુલાઇ પર મુલતવી રાખી છે

અમદાવાદ, તા.૧૯: જ્ઞાતિવાદથી કંટાળેલા એક યુવકે ગુજરાત હાઇકોર્ટનું શરણ લીધું છે. અમદાવાદમાં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતાં યુવકે પોતાને ધર્મેનિર્પેક્ષ અને નાસ્ટિક જાહેર કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. હાઇકોર્ટે રાજય સરકારે તેમજ જિલ્લા કલેકટરને આ મુદ્દે નોટિસ પાઠવી વધુ સુનાવણી ૯મી જુલાઇ પર મુલતવી રાખી છે.

અમદાવાદમાં રહેતા રાજવીર ઉપાધ્યાયની અપીલ છે કે તેઓ જન્મે એસ.સી. કેટેગરીના ગરોડા બ્રાહ્મ ણ છે. હાલ તેઓ દેશ અને અને રાજયમાં પ્રવર્તેલા જ્ઞાતિવાદીથી પરેશાન થઈ આ પગલું ભર્યુ છે. તેણે પોતાની જાતને હિંદુમાથી ધર્મ નિર્પેક્ષ બનવાવાની માંગણી કરી છે. તેનો દાવો છે કે બંધારણીય જોગવાઈ હોવા છતાં જિલ્લા કલેકટરે તેની અરજી નકારી છે.

બંધારણના આર્ટિકલ ૨૫ અને ૨૬મી હેઠળ દેશના તમામ નાગરિકોને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, જો કાયદો ધર્મ પરિવર્તનની કે ધર્મ નિર્પેક્ષ રહેવાની પરવાનગી ન આપે તો તે દેશના બંધારણની વિરુદ્ઘમાં છે.

અરજદાર વતી એડવોકેટ હાર્દિક શાહે રજૂઆત કરી હતી કે ૧૯ ઓકટોબર ૨૦૧૫ના રોજ ધર્મ બદલવા અમદાવાદ જિલ્લા કલેકટરને અરજી કરી હતી. તેની અરજીનો કોઈ જવાબ આવ્યો હતો. બાદમાં ૧૬ મે ૨૦૧૭ના રોજ કલેકટર તેમની અરજી ફગાવી હતી.

(3:42 pm IST)