Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મોદીના નામની મેંદી

સુરતની ૧૦૦૦ મહિલાઓએ ગઇ કાલે મોદીના નામની મેંદી મુકાવીને તેમને સપોર્ટ જાહેર કર્યો

સુરત તા.૧૯: નરેન્દ્ર મોદીને સપોર્ટ જાહેર કરવા માટે ગઇકાલે સુરતની ૧૦૦૦ જેટલી મહિલાઓએ મોદીના નામની મેંદી મુકાવી હતી જેમાં તેમણે ' નમો અગેઇન' અને ''મેૈં ભી ચોકીદાર'' જેવાં સૂત્રો લખાવ્યાં હતાં. લિંબાયતના મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલમાં કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે મહિલાઓ ઊમટી હતી. આ કાર્યક્રમમાં સૌથી પહેલાં મોદીના નામની મેંદી સુરતનાં વિધાનસભ્ય સંગીતા પાટીલે મુકાવી હતી અને એ પછી મહિલાઓ લાઇન લગાવીને બેસી ગઇ હતી. સુરતનાં ગૃહિણી જયતી ડેલાવાળાએ કહ્યું હતું કે ' મને રાજકારણની કાંઇ ખબર નથી અને એટલે જ હું ઇચ્છું છુ કે નરેન્દ્ર મોદી આવે. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા નેતા છે જેમનું નામ અને તેમનાં કામની અમારા જેવા રાજકારણમાં રસ નહીં લેનારાઓને પણ ખબર છે.'

મોદીના નામની મેંદી મુકાવવાનો આ કાર્યક્રમ સવારે ૧૦ થી ર વાગ્યા સુધી ચાલ્યો હતો. ૨૦ મહિલાઓએ આ મેંદી મૂકી હતી. મેંદી મુકાવવામાં ૪૦ મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ હતો.

(9:33 am IST)