Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમદાવાદમાં કોંગ્રેસને ફટકો :પૂર્વ ધારાસભ્ય કરશન ઠાકોરે ભાજપનો ખેસ ધારણ કર્યો

 

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકા ઉપર ફટકા પડી રહ્યા છે. રાજ્યમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયચના સભ્યો સહીત કોંગ્રસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. પૂર્વ ધારાસભ્ય કરસન ઠાકોર ભાજપમાં જોડાયા છે

    અત્રે ઉલ્લેખનિય છે કે અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ ઠાકોર સેનામાં ભાગલા પડી ગયા છે. આંતરિક વિખવાદનું રાજકારણ ગરમાયું છે.

(1:00 am IST)