Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ઠાકોર ભાવુક થઇ ગયા સીએમની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં આંસુ સરી પડ્યા

ટિકિટ ન મળતા નારાજ હોવાની ચર્ચા વચ્ચે હવે કેશાજી ફરી સક્રિય

 

બનાસકાંઠાના  દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ચૌહાણ ભાવુક થયા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં કેશાજી ચૌહાણની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા ઠાકોર સમાજને ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી.

 


  અત્રે ઉલ્લેખનીય છે કે, કેશાજીએ બનાસકાંઠાથી ટિકિટ માટે દાવેદારી કરી હતી. ટિકિટ મળતા કેશાજી નારાજ હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે કેશાજી ફરી સક્રિય થયા છે. ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે.

  અગાઉ બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પરબત પટેલને ટિકિટ આપતા કેશાજી ચૌહાણ નારાજ થયા હતા. ભાજપમાંથી બળવો કરવાની વાત સામે આવી હતી. કેશાજીએ અગાઉ અપક્ષમાંથી ચૂંટણી વડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે હવે કેશાજી ચૌહાણે ભાજપને વિજયી બનાવવા માટે હાંકલ કરી હતી.

(1:18 am IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST