Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચૂંટણી બાદ ભાજપની સરકાર નહી આવે: બીજેપીની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે:શંકરસિંહ વાઘેલા

ચૂંટણી બાદ ભાજપની સરકાર નહી આવે: બીજેપીની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે:શંકરસિંહ વાઘેલા

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક કબ્જે કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સભાઓ કરવામા આવી રહી છે.ત્યારે એનસીપીની નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સીજે ચાવડાને સમર્થન જાહેર કર્યું હતું. અને સીજે ચાવડા માટે પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આવતી ચૂંટણી બાદ ભાજપ સરકાર નહી આવે. ભાજપની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે.

   ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિતભાઈ  શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિતભાઈ શાહના વિરુદ્ધમાં  પ્રચાર કર્યો હતો. સી.જે.ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા આજે પ્રથમ સભામાં જોવા મળ્યા હતા.  રાજ્યમાં કોંગ્રેસ અને NCPનુ હજી સુધી ગઠબંધન થયુ નથી. ત્યારે હવે શંકરસિંહ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

(1:09 am IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST