Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનું કોંગ્રેસને સમર્થન જગદીશ ઠાકોરને જીતાડવા દૂધ ઉત્પાદકોને અપીલ

મોઘજીભાઈએ કહ્યું કોંગ્રેસનો ખેસ ભલે ના પહેરવો પણ ઉમેદવારને જીતાડવાનો છે

મહેસાણામાં દૂધ ઉત્પાદકોની એક મોટી બેઠક યોજાઇ હતી જેમાં દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કોંગ્રેસને સમર્થન આપવા હાંકલ કરી હતી. મોઘજીભાઇ ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર જગદિશ ઠાકોરને મત આપવા માટે દૂધ ઉત્પાદકોને અપીલ કરી હતી. મોઘજીભાઇએ કહ્યું હતું કે આપણે કોંગ્રેસને ખેસ ભલે પહેરવાનો નથી પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનો પ્રયત્ન કરવાનો રહેશે.

મહેસાણામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં મહેસાણા અને પાટણના દુધ ઉત્પાદકો પહોંચ્યા હતા. સભામાં પાટણના ઘારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યાં હતા. દૂધ ઉત્પાદકોની આ બેઠકમાં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત થતાં BJP માટે પાટણ અને મહેસાણા બેઠક પર કપરા ચઢાણ દેખાઇ રહ્યાં છે. આ બંને બેઠકો માટે હાર્દિક પટેલ પહેલે થી જ વધારે કોશીશ કરી રહ્યાં છે

(8:42 pm IST)