Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સાણંદના લોદરિયાળ ગામ પાસે પેટ્રોલ પમ્પમાં તોડફોડ ;સામાન્ય બોલાચાલી બાદ 20 જેટ શખ્સો ધોકા લાકડી લઈને તૂટી પડ્યા

સાણંદના લોદરિયાળ ગામ પાસે આવેલા પેટ્રોલપંપમાં તોડફોડ કરાઈ છે ડીઝલ પુરાવવા મામલે સામાન્ય બોલાચાલી થતા આશરે 20 જેટલા અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર ધોકા અને લાકડી લઈને તુટી પડ્યા હતા.
  
તોફાની ટોળાએ પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી. ઉપરાંત ટોળાએ પેટ્રોલ પંપની પાસે આવેલી હોટલમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મામલે ચાંગોદર પોલીસે તોડફોડ કરનાર તોફાની ટોળા વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:34 pm IST)