Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

બાવળા બગોદરા રોડ પર બે કાર સામસામી અથડાતા એકનું મોત :9ને ઇજા

 

અમદાવાદઃ બાવળા બગોદરા રોડ પર સામસામે બે કાર અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જયારે નવ વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જણાયું છે.

   મળતી વધુ વિગત મુજબ અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર રાજકોટ બાજથી ઝડપથી આવી રહેલી કાર સાથે અમદાવાદ બાજુથી આવી રહેલી કાર  સામસામે ટકરાતાં મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે અને બીજા 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા  સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.કારમાં બેઠેલાઓમાંથી કેટલાકને શરીરમાં ગાડી કાંચ ઘૂસી ગયા હતા તો કેટલાકને પગમાં ઇજાઓ થઈ હતી તો કેટલાકને મોં પર ઇજાઓ થઈ હતીહોસ્પિટલમાં દાખલ કરેલા ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મૃતના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.

(11:31 pm IST)