Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વડોદરાના હનુમાનજી મંદિરના પૂજારીએ પરિવાર સાથે કલેક્ટર કચેરીએ આત્મ વિલોપનનો કર્યો પ્રયાસ:અટકાયત

મંદિર વિવાદમાં ભાજપ કાર્યકરે તેના કેનેડા જનાર પુત્રને ખોટી રીતે ફસાવ્યો હોવાનો આરોપ

 

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા અને હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા ભરત રાજપૂતે પરિવાર સાથે કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં શરીરના એક ભાગે તેઓ દાઝી પણ ગયા હતા. પોલીસે પૂજારીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૂજારી ભરત રાજપૂતે આક્ષેપો કર્યા છે કે, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મળતીયા અને ભાજપના કાર્યકર પ્રેમલ મોદી તેઓને હેરાન કરે છે. જેથી તેઓએ પગલુ ભરવુ પડ્યુ છે

 

   થોડા સમય પહેલા મંદિરના વિવાદમાં ભાજપના કાર્યકર પ્રેમલ મોદી પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ હથિયાર વડે હુમલો કર્યો હતો. અંગે પ્રેમલ મોદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પૂજારી ભરત રાજપૂતના પુત્રનું નામ પણ સામેલ હતું. જ્યારે પોતાનો પુત્ર નિર્દોષ હોવા છતાં તેને ખોટી રીતે ફસાવાયો હોવાના આક્ષેપ સાથે પગલું લીધું હતું.

  પુજારી ભરત રાજપૂતના પુત્રને કેનેડા જવાનું હોવાથી ખોટી રીતે ફરિયાદમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. જેના કારણે તેની ફાઈલ અટકી જતાં મામલે પ્રેમલ મોદી સહિતના લોકો વિરુદ્ધ પૂજારી ભરત રાજપૂતે પીએમઓ, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, કલેકટર અને પોલીસ કમિશનરને અરજી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગણી પણ કરી હતી. પરંતુ મામલે કોઇ નક્કર પગલાં લેવાતા તેઓએ અગાઉ ઇચ્છા મૃત્યુની પરવાનગી પણ માંગી હતી.

(11:12 pm IST)